7/12 ઉતારા 2026: ઘરે બેઠા મોબાઈલથી 1 મિનિટમાં 7/12 ઉતારો કેવી રીતે કાઢવો?

નમસ્કાર ખેડૂત મિત્રો અમારી વેબસાઈટ પર તમારું હાર્દિક સ્વાગત છે. અહીં તમને રોજ જમીન, ખેતી અને સરકારી યોજનાઓ સંબંધિત ઉપયોગી માહિતી મળતી રહેશે. એટલે રોજ અમારી વેબસાઈટ મુલાકાત લેતા રહેજો. 7/12 utara gujarat online 2026

આજના લેખમાં આપણે જાણશું કે 7/12 Utara ઘરે બેઠા મોબાઈલથી કેવી રીતે કાઢવો, તે પણ માત્ર 1 મિનિટમાં — કોઈ કચેરીના ધક્કા વગર.

7/12 ઉતારા શું છે?

ગુજરાતમાં જમીન સંબંધિત સૌથી મહત્વનો દસ્તાવેજ એટલે 7/12 ઉતારો. તેમાં નીચેની વિગતો હોય છે:

  • જમીન માલિકનું નામ
  • જમીન વિસ્તાર
  • સર્વે નંબર / બ્લોક નંબર
  • પાકની માહિતી
  • બોજા / લીયન નોંધ
  • ખેતી સંબંધિત નોંધો

આ દસ્તાવેજ બેંક લોન, સરકારી યોજનાઓ, ખરીદી-વેચાણ અને કાનૂની કામ માટે ખૂબ જ મહત્વનો છે.

આજના ડિજિટલ યુગમાં હવે તમે 7/12 ઉતારો ઓનલાઈન અને e-Dhara કચેરીમાંથી ઓફલાઈન બંને રીતે મેળવી શકો છો.

7/12 Utara Online માહિતી

વિષયવિગત
આર્ટિકલ વિષય7/12 ઉતારા ઘરે બેઠા કેવી રીતે કાઢવો
ભાષાગુજરાતી / અંગ્રેજી
સેવા ઉદ્દેશમોબાઈલથી જોવા અને ડાઉનલોડ
લાભાર્થીગુજરાતના તમામ ખેડૂતો
ફીસંપૂર્ણ મફત
અરજી પદ્ધતિઓનલાઈન
અધિકૃત વેબસાઈટAnyRoR / i-ORA
ઉપયોગમાહિતી માટે

7/12 ઉતારા કાઢતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો

  • માલિકનું નામ સાચું છે કે નહીં ચકાસો
  • જમીન પર કોઈ બોજા છે કે નહીં તપાસો
  • કાનૂની ઉપયોગ માટે પ્રમાણિત નકલ જરૂર લો

AnyRoR Gujarat App દ્વારા 7/12 ઉતારા કેવી રીતે કાઢવો?

પહેલા તમારે તાલુકા કચેરીમાં જઈને ધક્કા ખાવા પડતા હતા, હવે માત્ર મોબાઈલથી બધું શક્ય છે.

સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા

  1. તમારા ફોનમાં Play Store ખોલો
  2. AnyRoR Gujarat App ઇન્સ્ટોલ કરો
  3. એપ ખોલીને View Land Record પસંદ કરો
  4. Rural (ગ્રામ્ય) અથવા Urban (શહેરી) પસંદ કરો
  5. જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરો
  6. નીચેમાંથી કોઈ એક માહિતી દાખલ કરો
    • સર્વે નંબર
    • બ્લોક નંબર
    • ખાતા નંબર
    • માલિકનું નામ
  7. Get Record Details પર ક્લિક કરો
  8. તમારો 7/12 ઉતારો સ્ક્રીન પર દેખાશે
  9. PDF ડાઉનલોડ કરો અથવા સ્ક્રીનશોટ લો

7/12 ઉતારા કયા કામ આવે છે?

  • બેંક લોન માટે
  • ખેતી સહાય યોજનાઓ માટે
  • જમીન વેચાણ-ખરીદી માટે
  • વારસાઈ નોંધ માટે
  • સરકારી લાભ મેળવવા

Leave a Comment