Gujarat Vrudh Pension Yojana 2026 વૃદ્ધાવસ્થામાં આવક બંધ થઈ જાય… અને દવાઓ, ઘરખર્ચ બધું જ વધતું જાય અહીંથી સમસ્યા શરૂ થાય છે. આ સમજીને ગુજરાત સરકારે Vrudh Pension Yojana 2026 ચાલુ રાખી છે.
વૃદ્ધ પેન્શન યોજના 2026
| વિગત | માહિતી |
|---|---|
| યોજનાનું નામ | ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના |
| લાભાર્થી ઉંમર | 60 વર્ષ કે તેથી વધુ |
| માસિક સહાય | ₹1000 થી ₹1250 |
| ચુકવણી રીત | DBT (Direct Bank Transfer) |
| અમલીકરણ કચેરી | મામલતદાર કચેરી |
| Official Website | sje.gujarat.gov.in |
આ યોજના શા માટે જરૂરી છે?
ગુજરાતમાં ઘણા વૃદ્ધો આખી જિંદગી ખેતી, મજૂરી કે નાનાં કામ પર આધાર રાખે છે.
પરંતુ ઉંમર વધે ત્યારે કામ શક્ય રહેતું નથી.
આ યોજના તેમનું ગુજરાન ચલાવવા માટે monthly support આપે છે.
દવાઓ, ઘરખર્ચ અને basic જરૂરિયાતો માટે આ રકમ મોટો ટેકો બની જાય છે.
Vrudh Pension Yojana 2026 માટે પાત્રતા
આ યોજના દરેક માટે નથી.
પણ જે ખરેખર જરૂરિયાતમંદ છે, તેમના માટે છે.
અરજદારની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ
- ગુજરાતનો કાયમી રહેવાસી હોવો જરૂરી
- ગ્રામ્ય વિસ્તારમાં આવક મર્યાદા ₹1.20 લાખ
- શહેરી વિસ્તારમાં આવક મર્યાદા ₹1.50 લાખ
- અરજદારના સંતાનની ઉંમર 21 વર્ષથી વધુ
- દિવ્યાંગ અરજદાર માટે ઉંમર 45 વર્ષથી વધુ
- 75%થી વધુ અપંગતા ધરાવતા વ્યક્તિ પાત્ર
- TB / Cancer જેવી ગંભીર બીમારીના કેસમાં વિશેષ છૂટ
- વૃદ્ધ પેન્શન સહાયની રકમ કેટલી મળે?
- અહીં clear breakdown છે:
- 60 થી 79 વર્ષ: દર મહિને ₹1000
- 80 વર્ષથી વધુ: દર મહિને ₹1250
આ રકમ સીધી લાભાર્થીના બેંક અથવા પોસ્ટ એકાઉન્ટમાં જમા થાય છે.
કોઈ middleman નથી. Zero tension.
વૃદ્ધ પેન્શન યોજના 2026 જરૂરી ડોક્યુમેન્ટ
- આધાર કાર્ડ
- ઉંમરનો પુરાવો (LC / જન્મ દાખલો / Medical certificate)
- આવક પ્રમાણપત્ર
- બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ
- રેશનકાર્ડ
- ગુજરાતમાં વસવાટનો પુરાવો
- દિવ્યાંગ પ્રમાણપત્ર (જો લાગુ પડે)
- સંતાન ન હોવાનો પ્રમાણપત્ર (જો લાગુ પડે)
વૃદ્ધ પેન્શન યોજના 2026 અરજી ક્યાં અને કેવી રીતે કરવી?
તમને બે options મળે છે — offline + online.
Offline અરજી
- જિલ્લા કલેક્ટર કચેરી
- પ્રાંત કચેરી
- તાલુકા મામલતદાર કચેરી
- જન સેવા કેન્દ્ર
મહત્વની લીંક
| ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના ઓફીશ્યલ સાઇટ | અહિં ક્લીક કરો |
| નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના ઓફીશ્યલ સાઇટ | અહિં ક્લીક કરો |