ખેડૂત તરીકે તમે રોજ જમીન, પાક અને ખર્ચની ચિંતા કરો છો. આવી સ્થિતિમાં જો સરકારી સહાય સમયસર અને સીધી મળે, તો ઘણો ભાર હળવો થઈ જાય. AgriStack Gujarat Registration 2026 એ જ હેતુથી શરૂ કરવામાં આવ્યું છે. Gujarat Farmer Registry 2026 – Agri Stack
ગુજરાત સરકાર કેન્દ્ર સરકારના સહયોગથી ખેડૂતો માટે એક એવો ડિજિટલ રેકોર્ડ તૈયાર કરી રહી છે, જેમાં ખેડૂતનું નામ, જમીન અને જરૂરી માહિતી એક જ જગ્યાએ જોડાય. એકવાર નોંધણી થઈ જાય પછી, અલગ–અલગ યોજનાઓ માટે વારંવાર દસ્તાવેજ આપવાની ઝંઝટ રહેતી નથી.
Gujarat Farmer Registry 2026 – Agri Stack
| મુદ્દો | વિગતો |
|---|---|
| યોજના નામ | AgriStack Gujarat Registration 2026 |
| મુખ્ય હેતુ | ખેડૂતોનો ડિજિટલ ડેટાબેઝ તૈયાર કરવો |
| Farmer ID | 11 અંકનું યુનિક નંબર |
| જરૂરી દસ્તાવેજો | આધાર, 7/12 ઉતારો, બેંક વિગતો |
| અધિકૃત વેબસાઇટ | gjfr.agristack.gov.in |
| મદદ માટે | e-Gram કેન્દ્ર, તાલુકા સેવા કેન્દ્ર |
AgriStack Gujarat Registration શા માટે કરવું જરૂરી છે?
- PM-Kisan જેવી યોજનાની રકમ સીધી ખાતામાં
- બીજ અને ખાતરની સબસિડી મેળવવી સરળ
- પાક વીમા યોજનામાં ઝડપથી ક્લેમ
- જમીન રેકોર્ડ સાથે નામ આપમેળે જોડાય
- એક જ Farmer IDથી ભવિષ્યની તમામ યોજનાઓ
એક રીતે જુઓ તો, આ રજિસ્ટ્રેશન વગર આવનારા સમયમાં સહાયમાં અડચણ આવી શકે છે.
Gujarat Farmer Registry 2026 જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ
- જમીનનો 7/12 ઉતારો
- બેંક પાસબુક
- આધાર સાથે જોડાયેલ મોબાઇલ નંબર
- પાસપોર્ટ સાઇઝ ફોટો
AgriStack Gujarat Registration કેવી રીતે કરશો?
જો તમને સ્માર્ટફોન ચલાવતાં આવડે છે, તો પ્રક્રિયા બહુ સરળ છે:
- Step 1: Play Store પરથી AgriStack Gujarat App ડાઉનલોડ કરો
- Step 2: OTP દ્વારા આધાર eKYC કરો
- Step 3: તમારું યુઝર એકાઉન્ટ બનાવો
- Step 4: જમીન રેકોર્ડ શોધી ને ક્લેમ કરો
- Step 5: માહિતી માટે Consent આપો
- Step 6: દસ્તાવેજ અપલોડ કરીને ફોર્મ સબમિટ કરો
- Step 7: ચકાસણી બાદ Farmer ID મળશે
ખેડૂત નોંધણી રજીસ્ટ્રેશન ગુજરાત ખેડૂત નોંધણી કેવી રીતે કરવી
| સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
| અહીં અરજી કરો | અહીં ક્લિક કરો |
| એપ્લિકેશન લિંક | અહીં ક્લિક કરો |